રાજકોટ: ઉપલેટા શહેરમાં કોરોનનો કહેર,૨ દિવસમાં ૫૦ પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ..

Corona Latest Rajkot
રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા

ઉપલેટા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદની જેમ કોરોના વરસી રહ્યો છે. ગઇકાલ સુધી બે સદી નોંધાવી ચૂકેલો  કોરોના બે દિવસમાં પ૦ થી વધુ કેસ નોંધાતા તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી જિલ્લા પંચાયત વિભાગ દ્વારા ઘરે ઘરે જઇ ૪૫ જેટલી ટુકડીઓ કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને શોધી રહી છે ત્યારે છેલ્લા બે દિવસમાં કોરોનાના પ૦ કરતાં વધુ કેસ નોંધાતા શહેર તાલુકામાં કોરોના એ બે સદી પુરી કરતા આરોગ્ય વિભાગ ધ્રુજી ઉડયું હતું અને જો હજુ તાલુકા લેવલના ગામોમાં તપાસ કરવામાં આવે તો આનાથી બમણા કેસ બહાર આવી શકે તેમ છે. હાલમાં અનેક લોકો કોરોના સંક્રમિત છે તેની ખબર ન હોવાથી તેઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે. ત્યારે શહેરની જેમ તાલુકાના તમામ ગામડાઓમાં પણ સર્વે કરાવી તપાસણી કરવી જોઇએ. તાલુકા કક્ષાના ગામોમાં તપાસ કરવામાં આવે તો બમણા કેસ બહાર આવવાની શકયતા છે. છેલ્લા બે દિવસમાં કોરોના કેસ રોકેટ ગતિએ વધી જતાં આરોગ્ય હેલ્થ ઓફીસર ડો. હેપી પટેલે કોરોના ના આંકડા આપવા મોઢુ સીવી લીધું હોય તેમ તેઓ માત્ર જિલ્લા પંચાયતમાંથી આંકડા મેળવી શકશે તેવું ગાણું ગાઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *