રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
આજરોજ ડભોઇ તાલુકા પંચાયત ખાતે દર્ભાવતી -ડભોઇના પ્રજાપ્રેમી- વિકાસલક્ષી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ભારત સરકારના “ડિજીટલ ઇન્ડિયા” કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લામાં સૌપ્રથમ ડભોઇ તાલુકા પંચાયત થી “વાઈ-ફાઈ “સુવિધાનો પ્રારંભ કરાવાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત ની અંદર આવતી ૮૩ ગ્રામ પંચાયતોને એક માસ ના સમયગાળા દરમિયાન ઇન્ટરનેટથી જોડી દેવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ ગ્રામ પંચાયત ઓફિસ ,પોલીસચોકી ,સસ્તા અનાજની દુકાન ,આરોગ્ય કેન્દ્ર જેવા પાંચ એકમો ને એક વષૅ સુધી ફ્રી ઇન્ટરનેટ સેવા આપી ઇન્ટરનેટના માધ્યમથી જોડી દેવામાં આવશે .જેથી સરકારશ્રી ના તમામ પરીપત્રો અને આદેશો એક જ ક્લિક પર તમામ માહિતી સાથે એક સાથે પહોંચી જશે. જેથી વહીવટીતંત્ર ઝડપભેર કામગીરી કરી શકશે અને ગ્રામ્ય વિસ્તારો ગ્લોબલાઈઝેશન સાથે જોડાવાથી ગ્રામ્ય વિસ્તારો અને વુડાના વિસ્તારોનો વિકાસ થશે તેમજ આર્થિક વૃદ્ધિ ઝડપભેર થઈ શકશે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “ગ્લોબલ ઇન્ડિયા ” વિઝન સાકાર થશે. અને આ સમગ્ર ઇન્ટરનેટ અને વાઇ-ફાઇની સુવિધા સી.એસ.સી દ્વારા પૂરી પાડવામાં આવશે .સદર કાર્યક્રમમાં તાલુકા પંચાયતના અગ્રણી હેમંતભાઈ બારોટ , સુધીરભાઈ બારોટ ,ભાજપના અગ્રણીઓ અશ્વિનભાઈ વકીલ, ભાવેશભાઈ પટેલ, બીરેનભાઈ શાહ ,અમિતભાઈ સોલંકી અને વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.