રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ તાલુકાના તિલકવાડા માર્ગ ઉપર સ્વામિનારાયણ મંદિર ની પાછળ આવેલ વિશ્રાંતિગ્રીન સોસાયટીમાં ઘર આંગણે કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી મોટર સાઇકલો રાત્રીના અંધકારમાં અજાણ્યા તસ્કરો સોસાયટી મા પ્રવેશ કરી જુદાજુદા માલીકોની ઘર આંગણે પાર્ક કરેલ બે મોટરસાયકલો ઉઠાવી ગયા હતા.ઘર માલિકો ને મોટરસાયક્લ ચોરી નું જાણ થતા.પોલીસ ફરીયાદ કરતા ડભોઇ પોલીસ તંત્ર એ ચોરો ને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા.
ડભોઇ પોલીસ તંત્ર માંથી મળતી માહીતી મુજબ ફરીયાદી બ્રિજેશભાઇ રાજેશભાઇ ઠાકર કહે છે. વિશ્રાંતિગ્રીન સોસાયટી, ડભોઇની ફરીયાદમાં જણાવ્યા મુજબ ગતરાત્રીના તેઓ પોતાની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ પોતાના સોસાયટી ખાતે આવેલ રહેઠાણે આંગણામા રાત્રીના લોકમારી પાર્ક કરી સુઇ ગયા હતા. વહેલી સવારે ઉઠીને જોતા ઘર આંગણે પાર્ક કરેલ જગ્યાએ મોટર સાયકલ ન દેખાતા આમતેમ તપાસ કરતા સોસાયટીમાં તેઓના ઘર સામે રહેતા અનંતકુમાર અરવિંદભાઇ બારોટની સ્પ્લેન્ડર મોટર સાયકલ પણ પાર્ક કરેલ જગ્યાએ ન હતી. સોસાયટીમાંથી એકજ રાત્રીમા બન્ને મોટરસાઇકલોની ચોરી થયેલ હોવાનું જાણી વધુ તપાસ કરતા કમ્પાઉન્ડ વોલ પાસે પગલાના નિશાન અને મોટર સાયકલોના ટાયરના નિશાન મળી આવતા વાહન ચોર ટોળકી સક્રીય થઈ હોય બન્ને મોટર સાઇકલોની ચોરી કરી લઈ જતા ડભોઇ પોલીસમાં ફરીયાદ આપતા અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસ કર્મીઓએ વાહન ચોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.સદર સોસાયટીની નજીકમાં જ પોલીસનો પોઇન્ટ હોવા છતાં આ ચોરીનો બનાવ બનતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે અને પોલીસ તંત્ર રાત્રી પેટ્રોલીંગ સધન બનાવે અને લોકોની પૂરતી સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.