રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
યુવાનોના આદર્શ,૨૧ મી સદીના સ્વપ્નદ્રષ્ટા,આધુનિક ટેકનોલોજીની ક્રાંતિના પ્રણેતા,ભારતરત્ન એવા આપણા સૌના લોકલાડીલા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીજી ની ૭૬ મી જન્મજયંતિ નિમિત્તે વડિયા ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો જેમાં નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા,વડિયા ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ રજવાડી, ઉપપ્રમુખ યુવા કોંગ્રેસ ચંદ્રેશ પરમાર એન.એસ.યુ.આઈ પ્રમુખ નીકુજ વસાવા એન.એસ.યુ.આઈ પ્રદેશ મંત્રી મોહીન શેખ યુવા કોંગ્રેસ મહામંત્રી ગોતમ વસાવા સહિત ઉપસ્થિત રહ્યા હતા.