નર્મદા: સુગર ફેક્ટરીમાં ફોર મેન તરીકે કામ કરતાં સામાન્ય કર્મચારી ની દીકરી વંદના યાદવ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં પ્રથમ આવતા માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ આવ્યા.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા સુગર ફેક્ટરીમાં ફોર મેન તરીકે કામ કરતાં સામાન્ય કર્મચારી ઉજ્જેનસિંગ યાદવની દિકરી વંદના યાદવે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં પ્રથમ આવતા માતા-પિતાની ખુશીનો પાર ન હતો આંખોમાં હર્ષના આંસુ આવ્યા હતા. એક સામાન્ય પરિવારમાંથી આવેલ વિદ્યાર્થી પણ સારું પરિણામ લાવી શકે છે, એ વંદનાએ સાબિત કરી બતાવ્યું છે. વંદનાના જણાવ્યા અનુસાર રોજ 6 કલાક અભ્યાસ કરી સફળતા મેળવીને 12 કોમર્સમાં 82.57 ટકા મેળવ્યા બાદ હવે તેને બીકોમ કરી એમ.કોમ કરીને સારી જોબ મેળવી માતાપિતાને આર્થિક રીતે મદદરૂપ થવાનું સ્વપ્ન સેવ્યું છે. માતા-પિતાએ તેને મોં મીઠું કરાવી આશીર્વાદ આપ્યા હતા.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *