બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
રાજપીપળામાં ભાજપના ઉમેદવાર કુલદીપસિંહ ગોહિલ દ્વારા અનોખી પહેલ કરી છે. તેમને પોતાના મત વિસ્તારમાં લોકોને ગુલાબનું ફૂલ આપી અને મત આપવા અપીલ કરી હતી, અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમારી પેનલ આ વખતે બહુમતીથી જીતશે તેવી તેમની આશા વ્યક્ત કરી હતી અને રાજપીપળાને ભ્રષ્ટચાર મુક્ત રાજપીપળા બનાવશે તેવો તેમને સંકલ્પ કર્યો છે. તેઓ પહેલેથી સેવકાર્યોમાં જોડયલા છે. તેમના પિતા અલકેશસિંહ ગોહિલ લાંબા સમય થી નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે સેવા આપી હતી. અને તેમના દીકરા કુલદીપસિંહ ગોહિલ પણ લોકોની સેવા કરવામાં હંમેશ આગળ રહે છે. અને આ વખતે તેઓ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પક્ષ તરફથી ઉભા રહ્યા છે ત્યારે તેમને લોકો તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.