રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
કોગ્રેસના સંગઠનમાં થયા મોટા ફેરફાર કોગ્રેસ દ્વારા સંગઠનના સભ્યોને જાણ કર્યા વિના લેવાયો નિર્ણય
ખાંભા તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયા મારફતે વિડ્યો વાયરલ કરી ને જણાવ્યું હતું કે કોગ્રેસના કારોબારી સભ્યોને જાણ કર્યા વગર નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે ત્યારે ખાંભા તાલુકાના કોગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી કોગ્રેસ પાર્ટી દ્વારા તાત્કાલિક જુના પ્રમુખ ને હટાવી નવા પ્રમુખ ભરતભાઈ સખવાળાની વરણી કરવામાં આવી હતી ત્યારે કોગ્રેસના પ્રમુખ રસિંકભાઈ ભંડેરીને હટાવ્યા હતા ત્યારે કોગ્રેસ સંગઠનના કારોબારી સભ્ય નિલેશ જોશીએ વિડ્યો વાયરલ કરી ને નારાજગી વ્યક્ત કરી હતી.