રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
કોરોનાની વૈશ્વિક મહામારી નાબૂદ થાય તે માટે કામના વ્યક્ત કરવામાં આવી..
ચાલુ સાલે કોરોના ની વૈશ્વિક મહામારી ને લઇ પાટણ શહેરમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મંદિરોમાં ઉજવાતા ધાર્મિક ઉત્સવ સરકારની ગાઈડલાઈન મુજબ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યા હતા ત્યારે શ્રાવણના અંતિમ દિવસે એટલે કે અમાસના પાવન પર્વે પ્રસંગે શહેરના વિવિધ શિવ મંદિરોમાં શિવભકતો દ્વારા ભકિતમય માહોલ વચ્ચે હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો આયોજિત કરવામાં આવ્યા હતા ત્યારે પાટણ શહેરના પંચમુખી હનુમાનજી મંદિર પરિસર નજીક આવેલા અંબિકા શાકમાર્કેટના તમામ વેપારીઓ પર ભગવાન શિવની અમી દ્રષ્ટિ સદાય માટે બની રહે તેવી શુભકામના સાથે દર અમાસે યોજાતા યજ્ઞ ચાલુ સાલે પણ કોરોના ની વૈશ્વિક મહામારી ને લઇ સરકાર ની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યો હતો આ યજ્ઞના યજમાન પદે અંબિકા શાકમાર્કેટના વેપારી અશોકભાઈ પટણી પરિવારે લાહ્વો લીધો હતો તો આ યજ્ઞના ધાર્મિક પ્રસંગ ને સફળ બનાવવા અંબિકા શાકમાર્કેટના પ્રમુખ મનોજભાઇ પટેલ સહિતના વેપારીઓએ ભારે જહેમત ઉઠાવી યજ્ઞના દર્શન પ્રસાદનો લાભ લઇ પાટણ શહેર સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના ની વૈશ્વિક મહામારી નાબૂદ થાય તેવી ભગવાન ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.