રિપોર્ટર: ભરત સથવારા, પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ૨૫/૮/૨૦૨૦ નારોજ યોજાનાર હોવાથી કોંગ્રેસ પાસે બહુમતી હોવાથી પોતાના ૧૬ સભ્ય ને લઈને લકઝરી બસ રાધનપુર થી રવાના..પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખના અઢી વર્ષ પુરા થતા અઢી વર્ષ માટે રાધનપુર નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી આવતા કોંગ્રેસ પાસે બહુમતી હોવાથી પોતાના ૧૬ સભ્ય આજરોજ રાધનપુર ખાતે થી લકઝરી બસ મારફતે બાહર મોકલી આપવામાં આવ્યા.
ભાજપ પાસે ૧૨ સભ્ય હોય ત્યારે ભાજપના નેતા ડો દેવજીભાઈ પટેલ ના સંપર્ક માં કોંગ્રેસ ના અમુક સભ્યો હોવાની વાત થી રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ પોતાના કોંગ્રેસ ના ૧૬ સભ્યો ને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ત્યારે હવે ૨૫ મી ઓગષ્ટ યોજાનાર રાધનપુર નગરપાલિકા નો પ્રમુખ નોતાજ કોના માથે પેહરાવાસે તેની રાધનપુર નગરજનો મીટ માંડીને બેઠા છે કોંગ્રેસ માં પ્રમુખ ના ચાર લોકો દાવેદાર છે જેમાં આદાઆને હદાની જોડી તો કાનજીભાઈ પરમાર તો ચેતન પટેલ દાવેદાર છે તો કોંગ્રેસ પોતાની પાસે રહેલી નગરપાલિકા જાળવી રાખશે કે ભાજપ છીનવી લેસે તે તો આવનારો સમય બતાવશે..