રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાતે આવ્યા કોંગ્રેસ નેતા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહીત કોંગ્રેસ અગ્રણીઓ ખેડૂતોની વ્હારે આવ્યા. સમી હારીજ શંખેશ્વર તાલુકાઓની મુલાકાત લીધી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ના નિર્ણય ના પગલે અતિવૃષ્ટિ માં નુકશાન પામેલ વિસ્તારોમાં જાત મુલાકાત કરી હતી.જગદીશ ઠાકોરએ જણાવ્યું હતું કે ભાજપ ખેડૂતો અને રોડ રસ્તા સાચવવા માં નિષ્ફળ ગઈ છે સરકાર, ભારે વરસાદ માં અનેક ગામો ના ૧૫ દિવસ થી રોડ રસ્તાઓ બંધ છે.ખરીફ પાકો નિષ્ફળ ગયા છે છતાં કોઈ અધિકારી ફરકયા નથી. તલાટી ગ્રામસેવક પાસે પાક નિષ્ફળ અંગે કોઈ માહિતી નથી કે નથી સર્વે શરૂ કરાયું. ગઈ વખત ની જેમ આ વખત પાક નિષ્ફળના બબે વખત ફોર્મ ફરી વળતર નથી આપ્યુ તે હવે નહિ ચલાવી લઈએ આ વખતે ખેડૂતો ને કઈ નથી આપવું તેમ ભાજપ સમજતી હોઈ તો ખાંડ ખાય છે ભાજપ સરકાર નું ગળું દબાવી ને ખેડૂતો ને રાહત અપાવીશું ખેડૂતો ને તકલીફો પડીશે એટલે રાહત અપાવીનેજ રહીશું જો ખેડૂતો ને રાહત નહિ આપેતો કોંગ્રેસ પુરી તાકાત થી બજાર માં નિકળશે તેનો સામનો કરવા ભાજપ સંગઠન અને સરકાર ને કરવો પડશે તેમ ખેડૂતો ને આશ્વાસન આપ્યું હતું.