રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઈ ની અક્ષરસિટી સોસાયટીમાં રહેતા તેનતલાવના તલાટી મિતાબેન વસાવા એક્ટિવા લઈ બપોરે નોકરીના કામે જતા હતા. સાઠોદ નજીકના પંચમુખી હનુમાનજી મંદિર પાસેથી પસાર થતા. હતા ત્યારે કાળું હેલ્મટ અને રેઈનકોટ પહેરેલ ઈસમ બાઈક પર પૂરપાટ આવી સ્મિતાબેને લટકાવેલ પર્સને ચાલુ બાઈકે જ આંચકી ફરાર થઈ ગયો હતો. જેથી ગભરાયેલ મિતાબેને બુમાબુમ કરી પરંતુ ગઠિયો શિનોર તરફે ભાગી ગયો હતો. તલાટીએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.