રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદમાં રોડ અને રસ્તા જાણે ધુળના બનાવ્યા હોય તેવી હાલત થઈ ગઈ છે, જ્યાં જુઓ ત્યાં કાદવ-કીચડ ના થર જામ્યા રોડ ઉપર વરસાદી પાણી પડતા જાણે કે રસ્તા ઉપરથી ભ્રસ્ટાચારનાં પોપડા ઉખડતા હોય તેવા મોટા ખાડાઓ જોવા મળે છે
કેશોદ શહેરનાં તમામ મુખ્ય માર્ગોની હાલત ખુબ જ દયનિય અને બિસ્માર થઈ જવા પામી છે. દરેક રસ્તા ઉપર મોટા મોટા ખાડા જોવા મળે છે, શહેરમાં અંદર પ્રવેશતાની સાથે જ જાણે વાહન ચલાવવા કરતા ચાલીને જવું સહેલું પડી રહ્યું છે જેમાં કેશોદ બાયપાસ ફુવારા ચોક, ચારચોક,માંગરોળ રોડ સહિત વિસ્તારથી શરૂ કરો તો અહીં શહેરનાં મુખ્ય પ્રવેશ દ્વારા એવા આ રસ્તાની હાલત તો ખુબ જ ખરાબ છે. રોડ ઉપર એક ફૂટથી લઈને બે ફૂટ સુધીનાં ખાડા જોવા મળે છે. જયારે વાહન ચાલકોને આ રોડ ઉપરથી ચાલતા જોવો એટલે એવું લાગે કે વાહનો નૃત્ય કરતા હોય તેવો દ્રસ્યો સામે આવી રહ્યા છે. ત્યારે કેશોદ માંથી પસાર થતો મેંદરડા,માંગરોળ, જૂનાગઢ, વેરાવળ સોમનાથ, સહિત હાઇવેની હાલત પણ ખુબ જ ખરાબ થઇ ગઇ છે, હાઈવે પર એક-એક કિલોમીટરનાં અંતરમાં દરેક જગ્યાએ ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે, અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં આ ખાડાને હિસાબે વારંવાર અકસ્માતનો ભય રહે છે અને છાસ વારે અહીં અકસ્માત એ સામાન્ય બાબત બની રહ્યા છે દર વર્ષે અનેક વાહનચાલકો ખરાબ રસ્તાના કારણે અકસ્માતમાં જીવ ગુમાવેછે ટોલટેક્સ ભરનારા વાહનચાલકો ખરાબ રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બની રહયાછે છતાં સારા રોડની સુવિધા મળતી નથી છતાં રાજકીય આગેવાનો શહેરીજનો ખરાબ રોડ રસ્તા રીપેરીંગ કરવા બાબતે રજૂઆત કરશે અને એ રજુઆતથી રોડ રીપેરીંગ થશે કે કેમ તે જોવાનું રહ્યું..