રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા તમામ ધાર્મિક તહેવારો તથા મેળા ની ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે આજે જન્માષ્ટમી નિમિત્તે રાજપીપળા ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે સદ્દાઈથી ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આજે આઠમ ના દિવસે હિંદુ સમાજ દ્વારા ભગવાન કૃષ્ણ નો જન્મ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ કોરોના મહામારી ને ધ્યાને લઇ આજે રાજપીપળા ખાતે જન્માષ્ટમી ની તમામ ઉજવણી ખૂબ સાદગી પૂર્વક ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે સંદર્ભએ આજે સવારથીજ રાજપીપળા રાધા કૃષ્ણ મંદિર ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા તેમજ મંદિર ના પુજારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે તમામ મંદિરોમાં આજનો દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે પરંતુ કોરોના મહામારી ને ધ્યાને લઇ આજે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ઉપરાંત મતકીફોડ, નંદ મહોત્સવ, ભજન કીર્તન જેવા પ્રોગ્રામો પણ મોકૂફ રાખવામાં આવ્યા છે ફક્ત સાદાઈ થી રાત્રે ભગવાન ની આરતી કરવામાં આવશે તેમજ કોરોના મહામારી દૂર થાય તે માટે ૧૦૮ દીવા પ્રગટાવી ખાસ પ્રાર્થના કરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું ઉપરાંત ચાલુ વર્ષે તમામ પ્રોગ્રામો રદ થતા ભક્તો માં પણ થોડી નિરાશા જોવા મળી હતી.