રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગુજરાત સરકાર દ્વારા ૨૯ ઓગષ્ટ ૨૦૦૭ નારોજ રાજ્યમાં ઇમરજન્સી ૧૦૮ સુવિધા નો પ્રારંભ કરાયો ત્યારેઆજે ૧૩ વર્ષ પૂર્ણ થયા ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણઅમદાવાદ હેડ ઓફીસ ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવા સાથસંકળાયેલ કર્મચારીઓ નું વાર્ષિક સંમેલન યોજાયું હતું જેનેએવીલ ફંક્શન પણ કહેવામાં આવે છે જેમાં આખા વર્ષ દરમિયાન તેમજ ખાસ કરીને કોરોના કાળ માં કપરા સમય માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ નું સન્માન કરાયું હતું જેમાં રાજપીપળા ના ઉષ્માન કુરેશી નું પણ મોમેન્ટો આપી સન્માન કરાયું હતુંઅત્રે ઉલ્લેખનીય છે કે હાલ કોરોના મહામારી ના કપરા સમય માં ૧૦૮ ઇમરજન્સી સેવા ખૂબ અગત્યની ભૂમિકા ભજવી રહી છે પોતાનો જીવ જોખમ માં મૂકી કોરોના પોઝિટિવ દર્દીઓ ને લાવવા લઇ જવા તેમજ સતત અન્ય ઈમરજન્સી સેવાઓ માં જોતરાયેલ રહેવું ખૂબ કઠિન બાબત છે ત્યારે રાજપીપળા ના ૧૦૮ ના પાયલોટ ને તેમની ઉત્તમ કામગીરી બદલ અમદાવાદ ખાતે યોજાયેલ ૧૦૮ ઇમરજન્સી વાર્ષિક સંમેલન માં સન્માનિત કરાયા હતા જેનાથી નર્મદા જિલ્લામાં ૧૦૮ સ્વાવાઓ સાથે જોડાયેલ તેમજ ઉષ્માન કુરેશી ના મિત્રો સહિત પરિવાર માં આનંદ ની લાગણી જોવા મળી છે