રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
ગુજરાત ના સૌથી મોટુ શક્તિપીઠ અંબાજી દાંતા તાલુકામાં આવેલુ છે આ તાલુકો ગુજરાત નો સૌથો પછાત તાલુકો છે આ વિસ્તારમાં આદિવાસી સમાજ ની વસ્તી મોટા પ્રમાણમા જોવા મળે છે ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે દાંતા ની આદર્શ નિવાસી શાળા ખાતે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી સૌરભ પટેલ ની અધ્યક્ષતા મા આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમા બનાસકાંઠા લોકસભા સાંસદ પરબત પટેલ ,બનાસકાંઠા જીલ્લા કલેક્ટર સંદીપ સાંગલે જિલ્લા વિકાસ અધિકારી ,દાંતા પ્રાંત અધિકારી ,મામલતદાર સહીત અમીરગઢ અને દાંતા વિસ્તાર ના આદિવાસી સમાજ ના લોકો હાજર રહ્યા હતા.
આજના કાર્યક્રમ મા મહેમાનો નું શાલ અને સાફો પહેરાવી માતાજી ની પ્રતિમાં આપી સંમ્માન કરવામાં આવ્યુ હતુ ,આઝાદી બાદ ના આદિવાસી સમાજ મા હવે ઘણો પરીવર્તન આવ્યો છે અને આજના કાર્યક્રમ મા આદિવાસી સમાજ ના હીત ની વાત કરવામાં આવી હતી અને આદિવાસી નૃત્ય અને દીપ પ્રાગટ્ય સહીત ના કાર્યક્રમ યોજાયા હતા ,લોકો અને નેતા સહીત અધિકારીઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.
બનાસકાંઠાના દાંતા ખાતે ગુજરાત સરકારના ઉર્જા મંત્રીનું નિવેદન
આજે આંતર રાષ્ટ્રીય આદિવાસી દિવસ પર સૌને શુભ કામના ,અંબાજી થી ઉમરગામ સુધી ૧૪ જિલ્લાઓની અંદર ૪૦૦૦ ગામડાઓની અંદર આદિવાસી ભાઈઓ વસે છે ,નરેન્દ્ર ભાઈ એ વન બંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસી સમાજ વિકાસ કરી શકે અને આવક વધે અને ખુબ સારી સુવિધા મળે તે માટે વન બંધુ યોજના શરુ કરી હતી.૫ વર્ષમાં આપણે ૧૭ હજાર કરોડ ખર્ચ કરવાની ગણતરી હતી આજે આનંદ ની વાત છે કે આપણે ૧ લાખ કરોડ આ વિસ્તાર મા વાપરી શક્યા છીએ જેમા શિક્ષણ હોય, રોડ રસ્તા હોય, આરોગ્ય હોય ,પીવાનું પાણી હોય કે સિંચાઈ હોય કે વીજળી હોય સરસ મજાની સુવિધા મળે તે માટે સરકાર ના પ્રયાસો હોય છે હું અત્યારે કહી શકું છુ કે આઝાદી વખત નો આદિવાસી ભાઈ અને અત્યાર ના આદિવાસી સમાજ મા શિક્ષણ હોય કે આરોગ્ય હોય તેમા બદલાવ આવ્યો છે ,મને વિશ્વાસ છે કે આવનારા વર્ષો મા આદિવાસી સમાજ ના ભાઈ બહેનો દરેક ક્ષેત્ર મા સારો વિકાસ કરશે.