રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા જે વિકાસ ના કામો થયા છે એમાં બનાસકાંઠા ને લાગતા કામે જે કરવા માં આવ્યા છે જેમાં ખાસ કરીને યાત્રાધામ અંબાજી ને જોડતા તમામ રોડ રસ્તાઓ ને ચારમાર્ગીય કરવા નું કામગીરી બહુજ જરૂરી હતી. આજે યાત્રાધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે અને દૂર દરાજ થી માઇભક્તો માં ના દર્શન કરવા અંબાજી આવતા હોય છે .પેહલા અંબાજી તરફ આવનાર રોડ રસ્તાઓ એક માર્ગીય હોવા ના કારણે અનેકો દુર્ઘટનાઓ પણ સજાતી હતી અને સમય ન સાથે સાથે પેટ્રોલ ડીઝલ નો વપરાશ પણ વધી જતો હતો પણ જ્યારે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ માં જનસભા માં બજટ પાસ કરી આખા ગુજરાત ના તમામ પવિત્ર યાત્રાધામો ના રસ્તાઓ ને ચારમાર્ગીય કરવા ની જાયરાત કરી હતી. જે ફળસ્વરૂપ હાલ માં કાર્ય પરિપૂર્ણ થતા આજે અંબાજી ખાતે યાત્રાધામ અંબાજી ને જોડતા ચારમાર્ગીય રસ્તાઓ નું લોકાર્પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.