સાવરકુંડલાના હાથસણી ગામે શેલદેદુમલ ડેમમાં પાણી હોવા છતાં કેનાલો ખાલીખમ.

Amreli Latest

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે શેલદેદુમલ ડેમ 20 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો. આ ડેમમાંથી 7 ગામના ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે કેનાલો બનાવી આપવામાં આવી હતી. શેલદેદુમલ ડેમ વરસાદી પાણીથી ભરપૂર ભરાય છે, પરંતુ ઉનાળાના સમયમાં પણ આજદિન સુધી આ કેનાલોમાં ખેડૂતોને સિંચાઈ પાણી આપવામાં આવ્યું નથી. આ કેનાલો દ્વારા પાણી આપવામાં આવે તો અહીં આસપાસના 7 ગામોના આશરે 700 જેટલા ખેડૂતોને સીધો લાભ મળી રહે તેમ છે. આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા છે. 250 ફૂટ જેટલા જમીનના ઊંડા કુવા હોવા છતા પાણી નથી મળતું. ખેડૂતોના પાકને પૂરતું પાણી ન મળવાના કારણે ખેડૂતોને તેમની મહેનતનું ફળ મળતું નથી અને ઘર આંગણે કેનાલમાં પાણી ન હોવાને કારણે માત્ર શોભાના ગાઠીયા સમાન હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઇ રોષ વ્યકત કરી રહ્યા છે. આ અંગે ખેડૂતએ જણાવ્યું હતું કે, અહીં કરોડોના ખર્ચ કરી કેનાલ તો બનાવી પણ પાણી છોડાતું નથી. ડેમ આખો ભરેલ છે પણ પાણી આપતા કેનાલમાં નથી આપતા. જમીનમાં પાણીના તળ ઊંડા છે બોર કરીએ તો પણ પાણી થતું નથી.આ અંગે ડેમના સિંચાઈ વિભાગના અધિકારી એ જણાવ્યું હતું કે, કેનાલોમાં વર્ષોથી પાણી નથી છોડાયું તેનું કારણ એક જ છે કે કેનાલોમાં રિપેરીંગ કરવાનું છે. રિપેરીંગ માટે પણ સરકારમાં દરખાસ્ત કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *