વડોદરા: ડભોઇ તાલુકા અને નગરમાં આજરોજ ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

Latest vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

૯ મી ઓગસ્ટનો દિવસ વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ડભોઇ ખાતે પાંચમો આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડભોઇ નગર તાલુકાના અને આસપાસની વસાહતમાં આદિવાસી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી એકતાની પ્રતીતિ કરાવી હતી. ડભોઇ ખાતેઆંબેડકર ચોક માં આવેલ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ અક્ષરધામ સોસાયટી ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. તેમજ નજીક આવેલ વેરાઈ માતા વસાહત ખાતે આસપાસની વસાહતના આદિવાસી ભાઈઓ એ ભેગા થઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો .આ પ્રસંગે ભાજપના અગ્રણી દિનેશભાઈ અને વિનુભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઇ ના પ્રમુખ શૈલેષભાઈ વસાવા, ઉપપ્રમુખ રાજુભાઇ વસાવા, મહેશભાઈ ,અનિલભાઈ જેવા આદિવાસી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એને વેરાઈ માતા વસાહત ખાતે તરુણવસાવા, અજય રાઠવા , સુરેશભાઈ, હાર્દિક વસાવા જેવા આદિવાસી યુવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ વિશ્વ આદિવાસી દિન’ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આમ સમગ્ર કાર્યક્રમો હાલની ચાલતી કોરોનાવાયરસ ની મહામારી સમયે પૂરતું સોશિયલ ડિસ્ટન્સ જાળવી તકેદારી રાખી ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *