રિપોર્ટર. મકસુદ પટેલ.આમોદ
આઠસો માણસોની વસ્તી ધરાવતા આમોદ તાલુકાના ખોબા જેવડા શ્રીકોઠી ગામે વડતાલ ગાદીના પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામી:કોઠારી ઘનશ્યામપ્રકાશદાસજી, સદગુરુ શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી, ડૉ.સંતવલ્લભદાસજી વગેરેની પ્રેરણાથી ગરીબ આદિવાસી પરિવારો, જરૂરિયાતમંદોને શાકભાજીની કીટો તથા મરીમસાલાની કીટોનું વિતરણ નાહીયેર ગુરુકૂળવાળા શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસજી તથા ગામના સરપંચ હિતેશભાઇ કનુભાઇ પટેલ આગેવાનો અને યુવા હરિભક્તોના હસ્તે થયું હતું. શાકભાજી કીટનો સહયોગ વડતાલ મંદિરનો હતો જ્યારેે મસાલા કીટનો સહયોગ જશભાઇ ભાઈલાલભાઇ પટેલનો હતો. અત્રે યાદ રહે કે, શ્રીકોઠી ગામ જશભાઇ પટેલનું વતનનું ગામ છે. જશભાઇ વડતાલ મનેજિંગ ટ્રસ્ટી બૉર્ડના પૂર્વ ટ્રસ્ટી સભ્ય છે. આમ તો જશભાઇ પટેલ પૂજ્ય નૌતમ સ્વામીજીના સેવક છે. વર્તમાન વિષમ પરિસ્થિતિમાં પોતાના શ્રીકોઠી ગામે રહેતા ગરીબ આદિવાસીઓને પોતાના તરફથી મરીમસાલા વગેરેનું વિતરણ કરવા ડૉ.સંત સ્વામીને વાત કરી હતી ત્યારેે સંત સ્વામીએ પણ વડતાલ મંદિર તરફથી શાકભાજીઓની ૩૦૦ કીટો વિતરણ માટે શ્રીકોઠી ગામે મોકલી હતી. આ બંને કીટો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના આવરણ સાથે વહેંચવામાં આવી હતી.