રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા શહેરમાં કોરોનાના હાઉ વચ્ચે કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે ત્યારે કોરોનાના કારણે કે અન્ય કારણે મૃત્યુ પામેલા કેટલાક લોકો ને અંતિમક્રિયા માટે સમાસને લઈ જતા સ્વજનો પુરી અંતિમક્રિયા ન કરી ઉપર છલ્લી વિધિ બાદ અગ્નિદાહ આપી સ્મશાન માંથી ચાલ્યા જતા હોય મૃતકના શરીર ના અમુક અંગો બળતા ઘણો સમય લાગતો હોય આવા કેટલાક અંગો બળવાની રાહ ન જોઈ તેને નજીકની કરજણ નદી ના પાણી માં ફેંકી દેતા હોવાની ઘણા સમય થી બુમો હતી જેનો સિલસિલો આજે પણ યથાવત હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકો માં જણાવ્યા મુજબ મરનાર વ્યક્તિ કોરોના નો શિકાર હોય કે અન્ય કારણે મૃત્યુ પામ્યા હોય પરંતુ તેના અર્ધ બળેલા અંગો આવી રીતે નદીના પાણી માં નાખવા એ ગંભીર બાબત હોય ત્યારે ભાન ભૂલેલા અમુક સગા સંબંધીઓ પોતાના સ્વજન ની પુરી અંતિમક્રિયા કરી આમ નદીમાં આવી વસ્તુ નાખે એ ત્યાં કપડાં ધોવા કે સ્નાન કરવા આવતા લોકો માટે જોખમી કહી શકાય.તંત્ર પણ આવી ગંભીર બાબત ઉપર રોક લગાવવા કમર કશે તે જરૂરી બન્યું છે.