રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના વાવેરા ગામે સરકારની સુઝલામ સુખલામ યોજના અંતર્ગત તળાવ ઉડા કરવા ના હતા ત્યાં તળાવ ની માટી તળાવ મા નાખીને જગ્યા લેવલ કરીને ઈટુ નો ભઠો કર્યો હતો વાવેરા ગામ મા પાણી નો સંગ્રહ કરવાનો હતો ત્યા વાવેરા ગ્રામ પંચાયત દ્વારા તળાવ મા બાંધકામ ની મનજુરી આપી ને બાંધકામ કરાવી નાખ્યું હતું ત્યારે તળાવ મા પાણી નો સંગ્રહ નો થતા ખેડૂતો મા રોષે ભરાયા હતા સુઝલામ સુખલામ યોજનામાં ખોટા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હતા ત્યારે ગામલોકો દ્વારા પ્રાંત અધિકારી રાજુલા ને લેખિતમાં અરજી કરી હતી હાલ તળાવ મા પાણી આવે છે એટલે લોકો ના ઘર મા પાણી ભરાઈ છે ત્યારે અચાનક પાણી આવી જાય ત્યારે લોકો નો ભોગ પણ બની શકે છે ગામ લોકો દ્વારા તળાવ ઉડા કરીને તળાવ માથી ગેરકાયદે બાંધકામો દુર કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે.