રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
૫મી ઓગષ્ટે અયોધ્યા નગરીમાં રામમંદિરના શિલાન્યાસ થવાની ખુશીમાં દીવ જિલ્લાની જનતામાં ખુબજ ઉત્સાહ અને ઉમંગ હતો જે ૫ મી ઓગષ્ટ આવતા રામમંદિરનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે થવાની ખુશીમાં સમગ્ર દીવ જિલ્લમાં ગતરોજ ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
દીવ ભાજપ પરિવાર દ્વારા ભાજપ કાર્યાલયમાં જયશ્રીરામના નાદ ગુંજી ઉઠયા બાદ ફટાકડા ફોડી ખુશી મનાવી. ધોધલામાં પણ અનુકુલ યુથ કલબ દ્વારા ફટાકડા ફોડી અને જયઅંબે મંદિરથી રામ મંદિર સુધી પગપાળા ચાલી અને જયશ્રી રામના નાદ સાથે રામમંદિરમાં અને જયશ્રી રામના નાદ સાથે રામમંદિરમાં પૂજા-અર્ચના કરી તેમજ નાગવા રાધાકિષ્ના મંદિરમાં મહાઆરતી થઈ. વણાંકબારામાં પણ લોકોએ ફટાકડા ફોડી, મંદિરમાં પૂજા-અર્ચના કીર અને પ્રસાદ વેંચ્યો આ તમામ પ્રવૃતિમાં દરેક લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યુ. આજરોજ વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે ભૂમિપૂજન બાદ ભવિષ્યમાં ભવ્ય રામમંદિર બનશે. તેવી ઈચ્છા દરેક લોકો એ વ્યકત કરી.