રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે આવેલ બેક ઓફ ઈન્ડિયામાં આજે બરૂલા ગામના વજુભાઈ ભીખાભાઈ રાઠોડ પોતાના ખાતામાંથી પોતે ૧૦,૦૦૦ રૂપિયાની સ્લીપ ભરીને બેંકના કેસ બારીમાં કેસીયરને આપેલ અને કેસીયર વિભાગે દ્વારા તેમને ભૂલથી ૨૦ હજાર રૂપિયા આપી દીધા અને વજુભાઈ તે રૂપિયા લઈને જતા રહ્યા હતા. કલાકમાં જ તેઓ રૂપિયા ગણતા ૧૦,૦૦૦ ની જગ્યાએ ૨૦,૦૦૦ રૂપિયા નીકળતા તેઓ તાત્કાલિક બેંકમાં જઇ તેના બેંક મેનેજરને રજૂઆત કરતા તેઓએ ૧૦૦૦૦ રૂપિયા પાછા પરત આપી દીધા હતા અને તેઓનું મેનેજર ધર્મપાલ પુનિયા તથા ઓફિસર રામ સાહેબ તથા એકાઉન્ટ રજત મહેશ્વરી તથા જશુભાઈ બારડ, જનકભાઈ તેમજ દર્શનભાઈ વગેરે બેંક ઓફ ઇન્ડિયાએ અરજદાર વજુભાઈ ભીખાભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું.