રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ચોમાસાની સીઝનમાં સર્પ અને અજગર જમીનની બહાર વિહરતા જોવા મળી રહ્યા છે. તેમાં ઉના શહેરમાં એસ.ટી. બસ સ્ટેશન પાછળ ગની માર્કેટમાં એક દરગાહનાં પરિસરમાં મહાકાય અજગર આવી ચડતા છેલ્લા ૨૦ વરસથી સર્પ અને અજગર પકડી ભય મુકત કરતાં સર્પવિદ્ અશોકભાઈ ચૌહાણને જાણ કરતા તુરંત સ્થળ ઉપર આવી આગવી કુન્હેશ્રી અંદાજીત ૭ થી ૮ ફુટ લાંબો વિશાળ કાયા ધરાવતા અજગરને પકડી કોથળામાં પૂરી અને વનવિભાગને સોંપી લોકોને ભય મુકત કરેલ હતા. અને અજગરનો જીવ બચાવી જીવદયા પ્રવૃતિ કરી હતી.