રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા માં ૪ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લાનો કુલ આંકડો ૪૩૮ એ પોહોચ્યો નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળા માં ૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં મોટામાલીવાડ ૧,રાજપૂત ફળિયા ૧,ટીમબાખડકી ૨ તેમજ કરાઠા ગામ માં ૧ અને વાવડી ગામમાં ૨ સહિત જિલ્લામાં કુલ ૮ પોઝિટિવ દર્દી નોંધાયા છે
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૨૩ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૨ દર્દીઓ છે આજે ૧૧ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૩૬૪ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૪૩૮ એ પોહોચ્યો છે.
