દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા દેવગઢ બારીયા વહીવટી તંત્ર દ્વારા મહારાષ્ટ્રના ૪૦ શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા.

Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ૪૦ જેટલા શ્રમિકો અટવાઈ ગયેલ છે તેવી માહિતી દેવગઢ બારીયા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી દીપક ગોસ્વામી ને મળતાં તેઓ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી તથા અજીત ભાઈ સંગાડાને જાણ કરવામાં આવી હતી. જેથી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા દાહોદ કલેકટરશ્રી ની મંજુરીથી આ શ્રમિકોને તેમના વતન કોંગ્રેસ પક્ષના ખર્ચે મોકલવામાં આવ્યા. આ તમામ શ્રમિકોને ભોજન આપવામાં આવ્યું ત્યાર બાદ નાના બાળકોને મુસાફરી દરમિયાન બિસ્કીટ તથા નાસ્તો આપવામાં આવ્યો.

તે દરમિયાન કિરીટભાઈ પટેલ-દાહોદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, અજીત ભાઈ સંગાડા-દાહોદ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી, દીપક ગોસ્વામી-દેવગઢ બારિઆ શહેર પ્રમુખ, રફિકભાઈ ભીખા, મુન્નાભાઈ મકરાણી-કાઉન્સિલર નગરપાલિકા, કાળુ શુકલા-યુથ કોંગ્રેસ સભ્ય, ડૉ. કનુભાઈ કટારા, અજયભાઈ લક્ષમણસિંહ પરમાર તથા સેવાભાવી વ્યક્તિ મોન્ટુ ભાઈ શંકર ભાઈ પટેલ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *