રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા પોલીસે ૫ ને પકડ્યા બાદ અનેક રાજકીય લાગવગ વાળાના ફોન આવ્યા છતાં પોલીસે કાયદેસર કાર્યવાહી કરી રાજપીપળા રાજપીપળા માં કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે કેટલાક વિસ્તારો રેડ ઝોન જાહેર કર્યા બાદ પણ અમુક લોકો વગર કામે ફરતા હોય પી.એસ.આઇ કે.કે. પાઠક કે જે હાલ માં સફેદ બુલેટ વાળા સિંઘમ ના નામે ઓળખાઈ છે તેમણે તાત્કાલિક રેડ ઝોન વિસ્તારમાં નકામા આંટા મારતા લોકો પર કાર્યવાહી શરૂ કરતાજ પેટ્રોલિંગ દરમિયાન કાછીયાવાડ, શાકમાર્કેટ તરફ ફરતા પાંચ યુવાનો કે જે વગર કામે બાઈક ઉપર આંટા ફેરા મારતા હોય તેઓઝડપાઇ જતા તેમને રાજપીપળા પોલીસ સ્ટેશન લાવી પાંચ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન અનુસાર રાજપીપળા શહેર ના અંદર બુલેટ વાળા સિંઘમ તરીકે ઓળખાતા એવા કે. કે.પાઠક સાહેબ દ્વારા આજરોજ જે લોકો એ માસ્ક પેહરેલ ન હોય તેવા વ્યક્તિઓને રૂપિયા ૫૦૦ નવી ગાઇડલાઇન મુજબ દંડ ફટકારવામાં આવ્યો રાજપીપળામાં આ સાહેબ દ્વારા દરેક વ્યક્તિઓને માસ્ક પહેરીને ફરવા ની પણ સલાહ આવામાં આવે છે અને સમજાવા મા પણ આવે છે કે તમારે જીવ વ્હાલો હોય તો માસ્ક પેહરો.સાથે સાથે માસ્ક પહેરવા અપીલ કરી હતી.