રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
શ્રાવણી પુનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર જુદા જુદા નામે ઉજવવામાં આવેછે રક્ષાબંધનના પવિત્ર દિવસે બેન ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધે છે. ભુદેવો રક્ષાબંધનના દિવસે ઉપવાસ રાખે છે. નવી જનોઈ ધારણ કરેછે શ્રાવણી પુનમને નાળીયેરી પુનમ તરીકે પણ ઓળખવામાં આવેછે અને સાગર ખેડુતો પુજન કરેછે તેમજ ભળભદ્રનું હથીયાર હળ જે ખેડુતોનું ખેતિનું સાધન છે. વર્ષો પહેલા ખેડુતો હળ દ્વારા ખેતી કરતા જેથી ખેડુતો દ્વારા હળની પુજા કરવામાં આવતી પણ ધીમેધીમે આધૂનીક જમાનો આવતા ખેત સાધનોમાં પણ આધુનિકતા આવતા આજે હળ મોટાભાગે લુપ્ત થઇ ગયુ છે. છતા રક્ષાબંધનના દિવસે વર્ષોની પરંપરાગત હૈળી પુજન કરવામાં અમુક ગામોમાં વંશ પરંપરાગત હૈળી જીતવાની સ્પર્ધા યથાવત રાખી છે. કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે હાલમાં પણ રક્ષાબંધનના દિવસે હૈળી જીતવાની હરીફાઈ યોજવામાં આવેછે જેમાં ખેડુતના ખેતીના સાધનરૂપી હળ બનાવવામાં આવે છે. જેની હાલમાં ભુદેવ જીતુભાઈ વ્યાસ દ્વારા સાશ્ત્રોકત વિધી અનુસાર પુજા કરાવવામાં આવે છે. અષાઢ શ્રાવણ ભાદરવો આસો એમ ચોમાસાના ચાર મહીના મુજબ ચાર કુંભની પુજા અને હૈળીને ચાર પ્રદક્ષીણા કરવામાં આવે છે. પુજા પુર્ણ થયા બાદ બળેવીયા દોડવાની હરીફાઈ યોજવામાં આવે છે. જેમાં વિજેતાને હૈળી ઈનામરૂપે આપવામાં આવે છે. જે વર્ષોની પરંપરા નાની ઘંસારી ગ્રામજનોએ હાલમાં પણ જાળવી રાખી દર વર્ષે હૈળી જીતવાની સ્પર્ધા યોજવામાં આવેછે જેમાં સરપંચ રામભાઈ હડિયા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.