રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા સી.ડી.એચ.ઓ કોરોના પોઝિટિવ આવ્યા ૩ દિવસ પેહલા જ સાંસદ મનસુખ વસાવાએ બેઠક કરી હતી
નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૭ દર્દી રાજપીપળા તેમજ ૧ ઓફિસર્સ કોલોની ૧ લીમડી ગામ માં નોંધાયા છે રાજપીપળા માં નોંધાયેલ ૭ કોરોના પોઝિટિવ દર્દી પૈકી કાછીયાવાડ ૨ , વિશ્વેશ્વર મહાદેવ ૧ , ભાટવાડા ૧, સફેદ ટાવર ૨ , રાજેન્દ્ર નગર સોસા. ૧ આમ કુલ ૭ દર્દીઓ રાજપીપળા માં પોઝિટિવ મળી આવ્યા છે
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૩૭ દર્દી દાખલ છે આજે ૧૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૨૭૬ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૩૮૪ એ પોહોચ્યો છે આજે વધુ ૨૪૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે
તંત્ર દ્વારા મોત ના આંકડા કેમ આપવામાં આવતા નથી??
નર્મદા જિલ્લામાં અત્યાર સુધી ૯ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે વહીવટી તંત્રના ચોપડે ફક્ત એક જ મોત નોંધાયું છે. મૃતક પરિવારે એવા આક્ષેપો લગાવ્યા છે કે યોગ્ય સમયે યોગ્ય સારવારના અભાવે મૃત્યુ થયા છે. આ તમામના મૃતદેહને રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા સ્મશામ ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.