રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર
રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલિયામાં આવેલ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ મશીન શોભાના ગાંઠિયા સમાન છે લાંબા સમયથી બંધ હાલતમાં પડી રહેલ એ.ટી.એમ મશીનને ચાલુ કરવા બાબતે આજે ગામના જાગૃત નાગરીક પ્રેરક પટેલ અને અન્ય ગ્રામજનો દ્વારા બેંક મેનેજરને આવેદનપત્ર પાઠવવમાં આવ્યું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આપણા દેશની તમામ પ્રક્રિયાઓમાં ડિજિટલાઈજેશન ખુબ ઝડપથી થઇ રહ્યું છે ત્યારે આપણી બેન્ક ઓફ બરોડા બ્રાન્ચ ખાતે આવેલ એ.ટી.એમ મશીન ખુબ લાંબા સમયથી બંધ હાલતમાં પડી રહેલ છે જેથી કરીને અહીંયા આવનારા ગામના વહેપારી મિત્રો,આસપાસના ગામના બેંક ખાતેદારો તેમજ જાહેર જનતાને એટીએમ બંધ હોવાના કારણે વારંવાર ધક્કા ખાવા પડે છે જેથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેની સાથે એટીએમ મશીનની બહાર જે વિસ્તાર છે ત્યાં ઝાડી ઝાખરા તેમજ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો આ એ.ટી.એમ મશીન તાત્કાલિક ધોરણે શરુ કરવામાં આવે અને એ.ટી. એમ બહારના વિસ્તારમા આવેલ ઝાડી ઝાખરા અને ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.