રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
રાધનપુર નગરમાં લાંબા વિરામ બાદ એકા એક આજ બપોરે ધીમીધારે વરસાદ શરા થવા પામ્યો હતો. જોત જોતમાં સાંબેલાધાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા જેમાં નગરના મુખ્યમાર્ગ તેમજ ધાનબજાર થી મીરાદરવાજાના માર્ગ પર વરસાદી પાણીના વહેણ વહેવા લાગ્યા હતા . જયારે પ્રભાત ટોકીજ જવના જાહેર માર્ગ નજીક લીંબડાની મોટી ડાળ તુટી પડી હતી જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો નગરમાં પોણો કલાક પહેલા વરસાદ સરકારી ચોપડે માત્ર ૧૨ મીમી નોંધાવા પામ્યો.