રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમી સાંતલપુર શંખેશ્વર રાધનપુર તાલુકાના ખેડૂત કલ્યાણના સાત પગલા કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં મુખ્ય મેહમાન બળવંત સિંહ રાજપૂત માન ચેરમેન ગુજરાત રાજ્ય ઔધોગિક વિકાસ નિગમ ગાંધીનગર અને જીલ્લા પંચાયત પાટણ ના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ રાધનપુર ના માજી ધારાસભ્ય લવિગજી સોલંકી અને સુરેશભાઈ ઠાકોર ચેરમેન કારોબાર રાધનપુર અને રામ ભાઈ આહીર અને ખેડૂતો અને અન્ય લોકો હાજર રહ્યા હતા ત્યારે આજરોજ રાધનપુર ખાતે સમી સાંતલપુર શંખેશ્વર રાધનપુર તાલુકાના ખેડૂતો માટે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ વિના મૂલ્યે છત્રી ખેડૂતો લક્ષી કિટનું વિત્રરણ કરવામાં આવ્યું હતું.
જેમાં પાટણ જિલ્લાના રાધનપુર સમી સાંતલપુર શંખેશ્વર તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા. આ યોજના હેઠળ શાકભાજીનો બગાડ અટકાવવા માટે અને નાના ખેડૂતો સમુદ્ર બને તેના માટે સરકાર દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને લાભ મળે તેવુ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકાર ખેડૂતોની સાથે શે તેવુ બળવંતસિંહ રાજપૂત જણાવ્યું કે રાધનપુર વિસ્તારના ખેડૂતો ને બિરદાવ્યા હતા.