બનાસકાંઠા: વરસાદની અછત થી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની ચીંતામાં વધારો..

Banaskantha
રિપોર્ટર: સુરેશ રાણા,બનાસકાંઠા

વરસાદ નહિવત ને કારણે લોકોમાં મુશ્કેલીમાં વધારો..

ક્યારે આવશે વરસાદ? એક તરફ કોરોના મહામારી તો બીજી તરફ વરસાદ ની અછત..

ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે જેથી દેશમાં મોટા પ્રમાણમાં ખેતી થાય છે અને આ ખેતી મુખ્ય વરસાદ પર આધારિત હોય છે જેથી ખેડૂતોને ચોમાસુ દરમિયાન સારા વરસાદ ની આશા હોય છે અને સારા વરસાદ થી તળાવો ,ડેમો તથા નદીઓ માં પાણી બારે માસ અર્થાત આવતા વરસાદ સુધી પાણી ની અછત નહિ થાય તેવી ભગવાન ને પ્રાર્થના કરતા હોય છે રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં માં ચોમાસુ -૨૦૨૦ દરમિયાન વરસાદ ની અછત થતા ખેડૂતો તથા લોકોમાં ચિંતાનો વિષય બની ગયો છે. બનાસકાંઠા જિલ્લાની મુખ્ય નદી બનાસ નદી પણ વરસાદ ના અછત ને કારણે કોરી કટ જોવા મળી રહી છે. એક તરફ કોરોના મહામારી તો બીજી તરફ વરસાદની અછત થતા લોકોમાં મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ -૨૦૨૦ દરમિયાન આજદિન સુધી અમીરગઢ -૧૫૯મીમી વરસાદ નોંધાયો ડીસા -૧૧૫મી.મી,કાંકરેજ-૧૦૨મીમી,થરાદ-૧૭૮મીમી,દાંતા-૧૫૨મીમી,દાંતીવાડા-૧૧૬મીમી
દિયોદર-૧૩૮ મીમી,ધાનેરા-૧૨૫મીમી,પાલનપુર-૧૮૨મીમી,ભાભર-૧૪૩મીમી,લાખણી-૧૨૨મીમી,વડગામ-૧૨૦મીમી,વાવ-૮૩મીમી સુઇગામ-૧૪૭મીમી વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *