રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
તા ૩૧/૦૫/૨૦૨૦ ના રોજ દાંતા તાલુકા ગનાપિપળી ગામના વી.સી.ઈ અંબાજી જાંબુડી ચેક પોસ્ટ પર કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થયેલ આજે ચાર મહિના વીતવા છતાં મરનાર ના પરિવાર ને સરકાર તરફથી કોઈ સહાય કે કોરોના વોરિયર્સ વીમા કવચ નો લાભ મળેલ નથી.
આજે ગનપિપળી ગામના સરપંચ, ગામ આગેવાનો, મૃતક ના પરિવારજનો તેમજ વી.સી.ઈ મંડળ ના હોદેદારો રૂબરૂ તાલુકા પ્રમુખશ્રી દાંતા તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી મૃતક ના પરિવારને સત્વરે ન્યાય મળે તે માટે રજુઆત પણ કરવામાં આવી હતી પણ હજી સુધી કોઈ પણ સહાય પરિવાર ને મલી નથી.