રિપોર્ટર :- સુરેશ રાણા, બનાસકાંઠા
-ગણેશ ચતુર્થી નિમિતે દેશ ભરમાં ગણેશ સ્થાપના કરવામાં આવી. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં માઇભક્તો દ્વારા ધામધૂમથી ડી. જે ના તાલ સાથે ગણેશજી ભગવાનની સ્થાપના કરવામાં આવી. ગણેશ ચતુર્થી નિમિતે ભક્તોમા આનંદ જોવા મળ્યો હતો .ગણેશજી ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.