રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
કોરોના મહામારીને કારણે હાથ વણાટનું કામ કરતા કારીગરો મુશ્કેલીમા મૂકાયા છે ત્યારે ભારત સરકાર નુ વસ્ત્રમંત્રાલય આવા કારીગરોને વહારે આવ્યુ છે .આવા વણાટ કામ કરતા કારીગરો માટે પાટણ ખાતે સોની સમાજની વાડી ખાતે ચોપાલ કાર્યક્રમ થકી સરકાર ની વિવીધ સહાયકારી યોજનાઓ વિશે સમજ આપવામા આવી હતી.
ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના વિકાસ આયુક્ત કાર્યાલય ના ડેપ્યુટી ડાયરેક્ટર ડો વી .શિવકુમાર પાટણ ખાતે ચોપાલ કાર્યક્રમ થકી કારીગરો ના પ્રશ્નો સામ્ભળી આ મુશ્કેલ સમયમાં સરકાર તેમની સાથે હોવાનુ જણાવ્યું હતુ સાથે સાથે મશરૂમ તાલિમ વર્ગ ની શરૂઆત કરાવી હતી .તેમણે ભારત સરકાર ની કારીગરો માટે ઉપયોગી વીમા યોજનાઓ મેડિકલ સુવિધા અને અભ્યાસ માટેની યોજના ની માહિતી આપી હતી
આ કાર્યક્રમ માં પટોલા વણાટ સાથે તાલિમ બધ્ધ કારીગરો માટે મદદરૂપ બનતા સુનિલભાઈ સોની એ ભારત સરકાર નો આભાર માન્યો કે આવા કપરા સમયે તેઓએ પાટણ આવી તેમની સમસ્યા ઓ સામ્ભળી અને મદદરૂપ બનવાની ખાતરી આપી હતી. કાર્યક્રમ માં ઉપસ્થિત અને પટોલા વણાટ કામ માં જોડાયેલા પૂજા બેને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થી ચોક્ક્સ લાભ મલ્શે તેવો આશાવાદ વ્યક્ત કરતા સરકાર પાસે વણાટ કામ ની વસ્તુઓનુ વેચાણ કરી શકાય તે પ્લેટ ફર્મ પુરૂ પાડવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમ માં શહેરના જાણીતા બિલ્ડર ગોરધનભાઈ,કોર્પોરેટર મનોજભાઈ,સામાજિક આગેવાન શાંતીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.