બનાસકાંઠા: દિયોદર ગાયત્રી મંદિર અને ગ્રામ પંચાયત કચેરી ખાતે ગરમ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

Banaskantha
રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર

રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ માથું ઉચકયું છે જેમાં આવા ગંભીર રોગ થી બચવા માટે અનેક સંસ્થા દ્વારા ગરમ ઉકાળા નું વિતરણ કરાય છે જેમાં આજરોજ દિયોદર ગાયત્રી મંદિર અને ગ્રામ પંચાયત કચેરી ખાતે ભારત વિકાસ પરિષદ તેમજ આયુષ ની કચેરી ગાંધીનગર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા ગરમ ઉકાળા નું વિતરણ કરાયું હતું જેમાં દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ની હાજરી માં ગરમ ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ,શીતલભાઈ ત્રિવેદી,અમરતભાઈ ભાટી,ડોકટર વિનોદભાઈ ગૌસ્વામી,શૈલેષભાઈ ઠક્કર,રોહીતભાઈ સોની,વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા અને જનતા એ ગરમ ઉકાળાનો લાભ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *