રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગામના યુવાનો યુવતીઓ તેમજ વડીલો ના રસ રુચિ અનુસાર પુસ્તકો સાથેની લાઈબ્રેરી શરૂ કરવાનું મૂળ આશય યુવાનો આજના મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં પોતાના વ્યક્તિગત વિકાસ માટે પુસ્તકોનું વાંચન કરતા થાય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા નવ યુવાનોને યોગ્ય વાતાવરણ મળે તે માટે એક લાખથી વધુની કિંમતના પુસ્તકો સાથેની “વિવેકાનંદ લાઇબ્રેરી”નું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ડેપ્યુટી કલેકટર ભાવનાબા ઝાલા મેડમ, જિલ્લા શિક્ષણ અધિકારી બી એસ કૈલા સાહેબ ,તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન બોરીચા તેમજ ઈ આઈ રાજેશભાઈ ડોડીયા, એ. ટી. ડી. ઓ મયુરભાઈ વ્યાસ, નવલભાઇ ભાવસાર, વિસ્તરણ અધિકારી કરણભાઈ કાંબરીયા, હરેશભાઈ પંપાણિયા તથા ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પરબતભાઇ ચાંડેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આવનાર તમામ મહાનુભાવો નું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું બાદ ભાવનાબા ઝાલામેડમ, કૈલા સાહેબ તથા જ્યોતિબેન બોરીચા ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી પુસ્તકાલયના ખુલ્લો મુક્યો હતો બાદમાં આવનાર તમામ અધિકારીઓ ના હસ્તે ગામમાં યુવાનો વડીલો ને પુસ્તક એનાયત કરવામાં આવ્યો હતો ગીર સોમનાથના તાલાલા તાલુકાના ૪૪ ગામમાં પ્રથમ વખત ઘુંસીયા ગામમાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે એ બાબતે અધિકારીઓ એ સરપંચ જીવાભાઈ રામ તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યઓ, તલાટી મંત્રી ભરતભાઈ બઢ અને ગામલોકોને અભિનંદન પાઠવ્યા હતા, અંતમાં સરપંચ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તેમાં અધિકારીઓ ગામના આગેવાનો યુવાન મિત્રો તથા લાઇબ્રેરીમાં મદદરૂપ થયેલ તમામ યુવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.