રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
હાલ વિશ્વ કોરોના મહામારી ને લઈ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા માં વહીવટી તંત્ર સજાગ બની છોટાઉદેપુર પોલીટેકનિક કોલેજ ખાતે કોવિડ કેર સેન્ટરનું સાંસદ ગીતાબેન રાઠવા ના હસ્તે લોકાર્પણ કરાયું હતું. હાલ છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો વધતા અગમચેતી ના ભાગ રૂપે કોવીડ સેન્ટર બોડેલી,ઠોકલિયા પબ્લિક હોસ્પિટલ મા તેમજ છોટાઉદેપુર ખાતે કૉવિડ કેર સેન્ટર કાર્યરત છે પરંતુ કોરોના કેસ કૂદકે ભૂસકે વધી રહ્યા હોવાથી કલેકટર સુજલ મ્યાત્રા જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ આરોગ્ય અધિકારી ચોધરીના અથાગ પ્રયત્નો થી છોટાઉદેપુર જિલ્લાના નાગરિકને કોરોના સમયે તાત્કાલિક સારવાર મળે તે હેતુ થી આજરોજ મહિલા સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા ના હસ્તે પોલીટેકનિક ખાતે કોવિડ સેન્ટર નું ઉદ્દઘાટન કરતા છોટાઉદેપુર જલ્લા નાગરિકો માં ખુશી જોવા મળી રહી હતી.