રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ડુમખલ ગામના પરીવારે કુદરતી આફતમાં પોતાની વ્હાલસોયી પુત્રી ગુમાવતા પરીવારજનોને આર્થિક સહાય પેટે ચાર લાખની સહાયનો ચેક આપી આર્થિક મદદ કરાઈ. નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામની દેવ નદીના ધસમસતા પાણી પ્રવાહના વહેણમાં રજુનબેન તડવી નામની એક બાળકી તણાઈ ગઈ હતી. જેથી તેનું કુદરતી અકાળે મોત નિપજવા પામ્યું હતું. કુદરતી આફતમાં શોકમાં સરકેલા પરીવારોને આર્થિક સહાયની મદદરૂપે બાળકીના પરીવારજનોને રૂ.ચાર લાખની આર્થિક સહાયનો ચેક આપીને મદદ કરવામાં આવી છે. નમૅદા જિલ્લામાં અનરાધાર વરસેલા વરસાદને પગલે નદી, નાળા, કોતરો વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયા હતા. વરસેલા મુશળધાર વરસાદમાં અનેક જગ્યાઓ પર કુદરતી આફતરૂપ તારાજી સજૉઈ છે. જેમાં અનેક પરીવારોના માથે કુદરતી આફતરૂપ આભ તૂટ્યું હતું. જેમાં દેડીયાપાડાના ડુમખલ ગામની દેવ નદીના ધસમસતા પાણીના વહેણના પ્રવાહમાં રજુબેન નામની બાળકી પણ તણાઈ જતાં તેનું મોત થયુ હતું. જેથી પરીવારોને આર્થિક મદદરૂપ મળી રહે તે માટે તંત્ર દ્વારા આ પરીવારને સહાય પેટે ચાર લાખ રૂપિયાની સહાય ચુકવીને આર્થિક મદદ કરવામાં આવી છે. દીકરીના પરીવારના બાબુભાઈ નટવર ભાઈ તડવી ને તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં આર્થિક સહાય પેટે રૂપિયા ચાર લાખનો ચેક આપવામાં આવ્યો હતો.