રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકસમા રક્ષાબંધન પર્વને હવે ગણત્રીના જ દિવસો બાકી હોય ત્યારે ભારત વિકાસ પરિષદની મહિલાઓ દ્વારા રક્ષાબંધન પર્વ પ્રસંગને સ્વદેશી બનાવટની રાખડીઓ સાથે ઉજવવા માટેની પહેલ કરવામાં આવી છે, તો અનેક વેપારીઓ પણ માત્ર સ્વદેશી રાખડીઓ જ વેચી રહ્યા છે.
ભારત વિકાસ પરિષદની મહિલાઓએ રાખડીઓ હાથની કારીગરીથી જ બનાવવામાં આવી છે. રાખડીઓમાં ચાઇનીઝ મોતી અને સ્ટોનના બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેવી કે ઉન, રેશમ, કોટનના દોરા, જેવી વિગેરે સામગ્રી થી રાખડી બનાવીને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ દ્વારા આજે પડ્યા સ્કૂલ પાસે અને આવતી કાલે બોસમિયા કોલેજની સામે શાકમાર્કેટ પાસે પણ વિનામૂલ્યે રાખડીનું વિતરણ કરવામાં આવશે.