રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
મામલતદાર કચેરી નજીક થી છેક સરકારી ઓવરા સુધી સડસડાટ વહેતું પાણી ત્યાં મોર્નિંગ વોક માં આવતા લોકો ને નડતરરૂપ,અન્ય કેટલીક જગ્યાઓ પર પણ લીકેજ થોડાક દિવસ પહેલા જ ગાંધીજી ની પ્રતિમા પાસે પાણીનો લાઈનમાં ભંગાણ બાદ વારંવાર આવા ભંગાણ થતા પાણી નો વેડફાટ પાલીકામાં કર્મચારીઓ ઓછા કરી ફક્ત કોરોનાની કામગીરી પર જ ધ્યાન આપતા અધિકારી પાણી સહિતની બાબતે પર પણ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.
રાજપીપળા નગર પાલિકા માં જરૂરી કેટલોક સ્ટાફ પણ મુખ્ય અધિકારી એ છૂટો કરી દેતા ઓછા કર્મચારીઓ વચ્ચે કોરોના ની જ કામગીરી પર ધ્યાન આપતા મુખ્ય અધિકારી જયેશ પટેલ ને પાણી સહિત કેટલીક જરૂરી સુવિધા વિના લોકો ને પડતી તકલીફ જણાતી ન હોય એમ પોતાની મનમાની કરી રહ્યા હોવાની બુમો સંભળાઈ છે ત્યારે હાલ શહેર ના અમુક વિસ્તારો માં પીવાના પાણી ની લાઈનો લીકેજ છે અમુક વિસ્તાર માં પાણી ઓછું આવવાની પણ ફરિયાદ હોય આવી ગંભીર બાબતે પણ પૂરતું ધ્યાન અપાતું નથી છતાં લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ પણ આ બાબતે મુખ્ય અધિકારી ને કોઈજ ખુલાસા ન પૂછી મૌન સેવી રહ્યા હોય તો શહેર ની પ્રજા ને આવી તકલીફો માંથી પસાર થવું પડે તે સ્વાભાવિક છે.
થોડા દિવસ પહેલાં ગાંધી ચોક ખાતે ગાંધીજી ની પ્રતિમા પાસેજ પાણી ની લીકેજ લાઈન બાદ બે દિવસ થી મામલતદાર કચેરી સામે પણ પાણીની લાઈન લીકેજ થતા ત્યાનું સડસડાટ વહેતુ પાણી છેક સરકારી ઓવરા સુધી વહી રહ્યું હોય સવારે મોર્નિંગ વોક માં જતા આવતા લોકો ને કીચડ માંથી પસાર થવું પડે છે ઉપરાંત ત્યાં આવેલી પાણી ની ટાંકી નીચે ખાબોચિયું ભરાઈ જતા મચ્છરો પણ વધતા આસપાસ ધંધો કરતા લોકો હેરાન થઈ રહ્યા હોય મુખ્ય અધિકારી પોતાની મનમાની બાજુ માં મૂકી જરૂરી કામગીરી તાત્કાલિક કરાવે તેવી માંગ છે.