રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
પોલીસવાન ગલીઓમા ન જઈ શકતા કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમા બુલેટ પર સઘન પેટ્રોલિંગ.
આજે સવારે રાજપીપલા શાકમાર્કેટ મા હોલસેલ માર્કેટ બંધ હોવા છતા ગામડામાથી આવેલ શાકભાજીનો માલ અંદર ઘુસાડવા જતાકડક કાર્યવાહી કરી.શાકમાર્કેટમા બહાર નીકળતા ૧૦ જેટલો લોકોને મેથીપાક ચખાડતા ભાગદોડ.
રાજપીપલામા કોરોના ના કેસો વધવા છતા લોકો કામ વગર બહાર નીકળી ભીડ કરી કોરોનાનુ સંક્રમણ વધવાની શક્યતા ને પગલે રાજપીપલા પોલીસે ફરી એક વાર કડકાઈ કરી જાહેરનામાના ભંગ સામે કાર્યવાહી હાથ ધરી હતી,જેમા પીએસઆઈ કે કે પાઠક અને તેમની ટીમ રાત્રે બુલેટ ઉપર નીકળી સઘન પેટ્રોલિંગ કર્યુ હતુ .રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન પીએસઆઇ કે કે પાઠકે રાજપીપળા ખાતે બંદોબસ્ત રાખવામાં આવેલ ત્યારે ખૂબ જ અને કડકાઈથી લોકડાઉનનુ પાલન કરાવ્યુ હતુ.જિલ્લા પોલીસ વડાએ બુલેટ પર પેટ્રોલિંગ કરવાની સૂચના આપતા બુલેટ ઉપર ગલીએ ગલીએ ફરી હોટ સ્પૉટ વિસ્તારોને સંપૂર્ણપણે બંધ કરાવ્યુ હતુ .પીએસઆઈ પાઠકે જણાવ્યુ હતુ કે આ પગલુ અમે જનતાના હિતમાં છીએ.
જેમા રાત્રી ના સમયે રેડ ઝોન વિસ્તાર શાકમાર્કેટ વિસ્તારોમા રાત્રી ના સમયે ૧૦ વાગે શાકભાજીની હેરાફેરી કરાતા પાંચ ઈસમોને ઝડપી પાડી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.આ પાંચ જણાવિરૂધ્ધ જાહેરનામા નો ભંગ કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી છે.ત્યાર બાદ આજે વહેલી સવારથી જ પોલીસ શાકમાર્કેટ મા પહોચી ગઈ હતી અને હોલસેલ શાકમાર્કેટ બંધ રાખેલ હોવા છતા ગામડેથી આવતી શાકભાજીનો માલ અંદર ઘુસાડવા જતા ૧૦ જેટલા ઈસમોને પકડ્યા દોડધામ મચી જવા પામી હતી.