ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 73 ટકા પાણી છે. જેથી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા નહિ રહે એવું રાજ્યના મસ્ય અને નર્મદા કલ્પસર યોજના મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. કેવડિયા ખાતે પશુપાલન અને મત્સ્યોધોગ વિભાગ ની એક દિવસીય સમીટ રાખવામાં આવી હતી જેમાં હાજરી આપવા કેવડિયા પહોંચેલા રાજ્યના નર્મદા કલ્પસરના મંત્રી જીતુભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જોકે વધુ પાણી છોડવા બાબતે પાણી કોને આપવું કેટલું આપવું જે બાબતે મૌન સેવી રાજ્યના મુખ્ય મંત્રી આ બાબત નો નિર્ણય લે છે એમ કહી વાત ટાળી દીધી હતી. પરંતુ એ વાત નક્કી છે કે નર્મદા ડેમમાં પાણી તો છે પરંતુ સરકાર કેમ બચાવે છે તે તે ખેડૂતોને સમજાતું નથી. સરદાર સરોવરની જળસપાટી હાલ 120.48 મીટર પર છે. ઉપવાસ માંથી પાણીની આવક 5718 ક્યુસેક જેટલી પાણીની આવક થઇ રહી છે. અને હાલ 1297.71 mcm પાણી નો જથ્થો હાલ છે. નર્મદા કેનાલમાં 7065.50 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. CHPH, RBPH બંને પાવર હાઉસ ચાલુ છે ત્યારે પાણી નો જથ્થો ઘણો છે છતાં સરકારે ઉનાળુ પાક લેવા સરકારે મનાઈ ફરમાવી કેમકે વીજળી ઉત્પાદન કરવું જરૂરી છે.