નર્મદા: દેડીયાપાડા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ સાથે ૩ ખેપિયાઓને ઝડપી પાડ્યા.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

દેડીયાપાડા પોલીસ ને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળી હતી કે મોઝદા ગામ તરફથી દેડીયાપાડા ગામ તરફ એક સફેદ કલરની બોલેરો પીક અપમાં આવે છે જે પીકઅપની ઉપર એક સફેદ કલરની તાડ પતરી તથા ગાડીના પાછળના ભાગે કાળા કલરની તાડ પતરી બાધેલ છે. જે બોલેરો પીક અપમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરેલ છે. તેવી ચોક્કસ બાતમી મળતા બાતમી આધારે બેસણા ટેકરા નાકાબંધી કરી ઉપરોક્ત બાતમીવાળી બોલેરો પીક અપ ગાડી આવતા તેને રોકી ચેક કરતા તેમાં ચેક કરતા મગની પરાળના પ્લાસ્ટીકના કોથળાંની નીચે ૧૮ પેટીમાં ક્વાટરીયા નંગ-૮૬૪ કિ.રૂ.૮૬,૪૦૦/- મળી આવતા આરોપી (૧)ગોવિદભાઇ ચંન્દ્રસીગભાઇ ગીરાસે રહે.મેથી તા.સીદખેડા જી.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૨) સ્વપનીલભાઇ દિનેશભાઇ મોરે રહે.ડોડાઇચા મહાદેવપુરા જોકવેલ જવળ પતા તા.ડોડાઇચા જી.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (3) રવિન્દ્રભાઇ ઘનસીગભાઇ ગીરાસે રહે.મેથી તા.સીદખેડા જી.ધુલીયા (મહારાષ્ટ્ર) નાઓને પોતાના કબ્બામાંની બોલેરો પીકઅપ ગાડીની અંદર સીગ્રામ્સ ઇમ્પીરીયલ બ્લ ના ૧૮૦ મી.લી.ના કાચના કવાટીયા નંગ-૮૬૪ કિ.રૂ.૮૬,૪૦૦ તથા બોલેરો પીકઅપ ગાડી .રૂ.૨૦,૦૦૦0 તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૫૦૦૦ મળી કુલ કિ.૩,૦૧,૪૦૦ નો પ્રોહી.મુદામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *