નર્મદા ગરુડેશ્વરના કલીમકવાણાની ૩૭ વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંખ્યા ૨૫

Corona Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા

જીલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા ૨૫ પર પહોંચી, રાજપીપળામાં હાલ ૭ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ

રાજપીપળા : નર્મદા જિલ્લામા શુક્રવારે કોવિડ 19 કોરોના પોઝિટિવનો વધુ એક કેસ પ્રકાશમા આવતા જિલ્લા મા કુલ ૨૫ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં હાલ ૭ દર્દીઓ રાજપીપળા ખાતે ની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.

નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકાના કલી મકવાણાની ૩૭ વર્ષિય મહિલાનો ગઇકાલે લેવાયેલો સેમ્પલ, રિપોર્ટ આજરોજ પોઝિટિવ આવ્યો છે. શુક્રવારે પોઝીટીવ આવેલા મીનાબેન જગદિશભાઇ પટેલ નામની ૩૭ વર્ષિય મહિલા સુરતથી કલી મકવાણા ગામ ખાતે આવી હતી. જેનો સેમ્પલ તા ૧૧ જૂને લેવામા આવેલો જે રિપોર્ટ કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે. પોઝિટિવ આવેલા આ મહિલા ને રાજપીપળા કોવિડ 19 હોસ્પિટલ માં સારવાર માટે રખાતા હાલ ત્યાં ૭ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *