રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે સમાજ સુરક્ષા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા માંગરોળ મામલતદાર કચેરીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ બાબતે મામલતદાર કચેરીના સ્ટાફનો સ્મપર્ક કરતા જણાવેલ કે આ કર્મચારીનો થોડા દિવસ પહેલા જૂનાગઢ ખાતે નોકરી નો ઓર્ડર આવેલ છે અને છેલ્લા ૪ દિવસ થી માંગરોળ મામલતદાર કચેરી આવેલ નથી તેમજ કચેરીના કોઈપણ સ્ટાફ સાથે સ્મપર્ક મા આવેલ નથી. માંગરોળ મામલતદાર કચેરીના અન્ય સ્ટાફના આરોગ્યની ચકાસણી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને માંગરોળ મામલતદાર કચેરીને પાલિકા ફાયર ફાઈટર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવી હતી.