હાલોલ : પાવાગઢ શ્રી કાલિકા માતાજી ના મંદિરએ ચૈત્રી નવરાત્રી ની આઠમે પહેલીવાર સામોહિક હવન નહિ થાય

Corona Halol Latest Madhya Gujarat

ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં કોરોના વાઈરસના પગલે માતાજી નું મંદિર બંધ રાખવામાં આવ્યું છે.ત્યારે આજરોજ અષ્ટમી તીથી આવે છે, નવરાત્રીમાં અષ્ટમી તિથીનું ખુબ મહત્વ રહેલું છે. જેમાં દરેક મંદિરોમાં હવન-પૂજન કરવામાં આવે છે. જોકે મહામારીના કારણે પ્રથમ વખત માતાજી ના મંદિરમાં આઠમના દિવસે કર્તાહર્તા દ્વારા હવન કરવાનું સ્થગીત કરવામાં આવ્યું છે.જ્યારે જે મંદિરમાં એકલા પુજારી હવન કરશે તો તેમાં ભક્તો સામેલ નહી થઈ શકે.

પાવાગઢમાં ભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા
પાવાગઢ કાલીકા માતાના મંદિર ટ્રસ્ટના રાજુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, પાવાગઢ કાલીકા માતાના મંદિરમાં અષ્ટમીનો હવન અને નોમના પારણા થશે પરંતુ તે માત્ર પુજારીની હાજરીમાં જ થશે. હાલ તો 14 એપ્રીલ સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જો કે કેટલાક મંદિરો કે જેમાં પુજારીઓ એકલા હવન કરીને માતાજીનું પૂજન કરશે તેઓએ ભક્તો માટે ઓનલાઈન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના થકી ભક્તો ઓનલાઈન હવનના દર્શન કરી શકશે. જોકે બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ મંદિરોમાં ભક્તોની ભીડ એકઠી ન થાય તેની વિશેષ કાળજી લેવામાં આવશે. આ ઉપરાંત આઠમના દિવસે માંઈ ભક્તો પોતાના ઘરે જ હવન તેમજ માતાજીને નૈવેધ ધરાવીને કોરોના વાઈરસનો નાશ થાય તેવી પ્રાર્થના કરશે. ચૈત્રી નવરાત્રી દરમિયાન માંઈ ભક્તો દ્વારા પોતાના ઘરે જ સપ્તસતી એટલે કે ચંડીપાઠ, અખંડ દીવો, કળશ સ્થાપના, જ્વારા પૂજન કરીને માંની કૃપા પ્રાપ્ત કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *