રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે.અને કોરોનામાં પોતે સ્વચ્છ રહી સ્વચ્છ ગરમ પાણી પીને બચવાનું છે.ત્યારે રાજપીપળા નગરપાલિકા પ્રમુખ જિગીશાબેન ભટ્ટ, કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા સહીત સભ્યો ભેગા મળી શહેરના લોકોને સ્વચ્છ પાણી મળી રહે એ માટે આયોજન કરવાનું નક્કી કર્યું. રાજપીપળા શહેરના વિવિધ વિસ્તારોમાં લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીઓનું સફાઈ કાર્ય કર્યું રાજપીપળા પાલિકાના વોટર વર્કસના કર્મચારીઓ, પાલિકા કર્મચારીઓના પ્રથમ તો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા, એ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા એ કર્મચારીઓની અલગ અલગ ટિમો બનાવી શહેરની તમામ ટાંકીઓ સફાઈ કરવાની જવાબદારી સોંપવામાં આવી. રાજપીપળા પાલિકાના ઈજનેર હેમરાજસિંહ સહીત વોટર વર્કસના કર્મચારીઓ રાજપીપળામાં આવેલ મુખ્ય ટાંકાઓ પૈકી વોટર વર્કસની એક 9 લાખ લીટરની અને બીજી 4.5 લાખ લીટરની ટાંકી, ગાર્ડનમાં આવેલી એક 4 લાખ લીટરની અને બીજી 4.5 લાખ લીટરની ટાંકી, આરબ ટેકરામાં આવેલી 1 લાખ લીટરની ટાંકી, ટેકરા ફળિયામાં આવેલી 4 લાખ લીટરની ટાંકી, લાલ ટાવર પાસે આવેલી 4 લાખ લીટરની ટાંકી મળી 7 ટાંકીઓનું 3-4 દિવસની જહેમત બાદ સફાઈ હાથ ધરી હાલ શહેરની જનતાને શુદ્ધ પાણી પહોંચાડાઈ રહ્યું છે. જો કે હવે દર બે ત્રણ મહિને તમામ ટાંકીઓની સફાઈ કરી શુદ્ધ પાણી આપવામાં આવે એ માટે વોટર વર્કસના કર્મચારીઓને સૂચના પણ આપવામાં આવી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા પાલિકા દ્વારા હાથ ધરાયેલા આ સફાઈ કાર્યને સોશિયલ મીડિયામાં લોકોએ વિરોધાભાસી વલણ પણ અપનાવતા જે ચર્ચાનું કારણ બન્યું હતું.