રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
પંચમહાલના શહેરા તાલુકાના બામરોલી ગામના બી.એસ.એફ જવાન બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પરેડમાંચક્કર આવતા તેમનું મોત નિપજ્યું હતું. બી.એસ.એફ જવાન ના પરિવારજનોમાં ઘેરો શોક છવાયો હતો.જ્યારે ત્રણ છોકરાઓએ પિતાનો સહારો ગુમાવ્યો હતો.
સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા શહેરા તાલુકાના ૩૯ વર્ષીય જવાનનું પરેડ દરમિયાન પડી જતા મૃત્યુ થતા જવાનના પરીવરજનોમાં ઘેરો શોક છવાયો છે. તેઓની અંતિમવિધિ તેઓના માદરે વતન બામરોલી ખાતે પૂરા લશ્કરી સમ્માન સાથે આજરોજ કરવામાં આવશે.
શહેરા તાલુકાના બામરોલી ગામના બરજોડ ફળિયામાં રહેતા રમેશચંદ્ર લક્ષ્મણભાઇ બરજોડ ફકત ૧૮ વર્ષની ઉંમરે વર્ષ ૧૯૯૯માં સીમા સુરક્ષા દળમાં દેશ સેવાની નેમ સાથે જોડાયા હતા વર્તમાન સમયમાં તેઓ બનાસકાંઠાના દાંતીવાડાની આર્મી ૩૭ બટાલિયનમાં ફરજ નિભાવતા હતા.એક મહિના પહેલા સામાજિક કામર્થે તેઓ પોતાના ગામ આવ્યા હતા અને બુધવાર તારીખ ૩ ફેબ્રુઆરીના રોજ તેઓની રજા પૂર્ણ થતાં ફરજ પર હાજર થવા સવારે પોતાના ઘરેથી બનાસકાંઠા ના દાંતીવાડા ખાતે પહોંચ્યા હતા જ્યા રાત્રીના પરેડ દરમિયાન તેઓને અચાનક ચક્કર આવતાં તેઓ ત્યાં જ ફસડાઈ પડ્યા હતા સાથી જવાનોને તાત્કાલિક તેઓને સરકારી દવાખાને ખસેડયા હતા જ્યા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ ઉપરી અધિકારીઓને થતા તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને મૃતક જવાન રામેશચંદ્રના પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેમના ભાઈ અને પરિવારના અન્ય સભ્યો ત્યાં પહોંચતા તેઓની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. તેઓના મૃત્યુ બાદ પરિવારમાં તેઓ તેમની પત્ની અને ત્રણ બાળકોને વિલાપ કરતા મૂકી ગયા છે. મળતી માહિતી પ્રમાણે તેઓનો મૃતદેહ હાલ માદરે વતન લવાયો હતો અને આજે સવારે પૂરાં લશ્કરી સમ્માન સાથે તેઓની અંતિમ વિધિ કરવામાં આવનાર છે.